'શબ્દો એ શિવની દેન છે, જ્યાંથી શરૂઆત ત્યાંથી અંત પણ છે.' આવી જ એક સુંદર અને વાસ્તવિક ઘટનાઓનું ચિત્રણ કરતી નવલકથાનું સર્જન દર્શના જરીવાળા દ્વારા કરવામાં આવ્યું છે.
આમ તો દર્શના જરીવાળા ગૃહિણી તરીકે તેમનું જીવન પસાર કરી રહ્યાં છે, તેમનો અભ્યાસ દસમા ધોરણ સુધીનો છે પણ તેમની વિચારશક્તિ આકાશ આંબે એટલી ઊંચી છે. જે તેમની નવલકથા 'An untoward incident - અનન્યા' વાંચીને સમજાઈ ગયું છે.
નવલકથાની શરૂઆત ઝંખનાના સ્વપ્નથી થાય છે. તેને આત્માઓ સ્વપ્નમાં આવે છે. એક દિવસ કૅફેની અંદર આવેલા વોશરૂમમાં તે આત્માથી રૂબરૂ થાય છે પણ તે સમજી શકતી નથી અને ડરી જાય છે. મીરર ઉપર જ્યારે એ આત્મા "હેલ્પ મી" લખે છે, ત્યારે તો ઝંખનાના છક્કા છૂટી જાય છે. ત્યારબાદ તે જ છોકરીને કોઈ પકડીને લઈ જતું હોય...